જામનગરમાં મોટી ખાવડી સ્થિત રિલાયન્સ મોલમાં ભીષણ આગ, ફાયર ટીમ ઘટનાસ્થળે

જામનગર નજીક આવેલ મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી છે. મોલમાં અચાનક આગ લાગતા ચોમેર ધુમાડાના ગોટેગોટા જાેવા મળી રહ્યા હતા,આગની જાણ થતા ફાયર ટીમ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને કાબૂ મેળવવા ભારે જહેમત કરી હી છે.મોલમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ભાગદોડ મચી જવા પામી હતી,.પોલીસ પણ સત્વરે ઘટનાસ્થળે પહોંચી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જિલ્લાના મોટી ખાવડી પાસે આવેલ રિલાયન્સ મોલમાં ગુરૂવારે મોડી સાંજે એકાએક આગ લાગી છે. આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી રહી છે. જોકે, આગ લગાવવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

રિલાયન્સ મોલના લગભગ 60 ટકા જેટલા વિસ્તારમાં આગ લાગી છે. આગના કારણે કરોડોનું નુકસાન થયું હોવાનું પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. જ્યારે આગના કારણે ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.રિલાયન્સ પ્રવક્તાએ જણાવ્યું હતુ કે જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આજના દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બંધ થયા બાદ આગ લાગી હતી. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આગના કારણની તપાસ કરવામાં આવશે.
Social