ઉવારસદના શેરથા ગામેથી સોપારી અને લસણની ચોરી, કડીના વેપારીએ નોંધાવી ફરિયાદ

ગુરૂવારે અનીક ઉસ્માનગની મન્સુરી નામના છુટક વેપારીએ અડાલજ પોલીસ સ્ટેશનમાં તેમના માલ સામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. અનીક ઉસ્માનગનીએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે તેઓ મહેસાણા જિલ્લામાં આવેલા કડીના રહેવાસી છે. તેઓ વ્યવસાયે છુટક વેપારી છે. તેમણે પોતાનો મુદ્દામાલ અજાણ્યા ઇસમો ઉઠાવી ગયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ફરિયાદી અનીક ઉસ્માનગનીએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે ઉવારસદના શેરથા ગામેથી તારીખ 1 ફેબ્રુઆરીના રોજ તેમના કેટલાક મુદ્દામાલની ચોરી થઈ હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે અજાણ્યા ઇસમો સોપારી અને સુકા લસણના પાર્સલ ઉઠાવી ગયા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે ચોરાયેલા પાર્સલની કુલ કિંમત 84,382 છે. જે પાર્સલની ચોરી થઈ છે તેમાં સોપારીના બે પાર્સલમાં કુલ 130 કિલો સોપારી હતી, જેની કિંમત રૂપિયા 63,910 હતી. જ્યારે સુકા લસણના બે પાર્સલમાં કુલ 60 કિલો લસણ હતું. તેની કિંમત રૂપિયા 20,472 હતી. આમ અજાણ્યા ઇસમો વેપારીનો કુલ 84,382ની કિંમતનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. પોલીસે સમગ્ર બાબતે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Social