ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છુટ બાદ બુટલેગરો બેફામ : વિદેશી દારૂની હેરાફરી કરતા બે ઈસમો ઝડપાયા

ગાંધીનગરમાં પેથાપુરમાં મહાકાળી મંદિર પાસે એપ્રોચ રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા જેમાં ગાડીમાંથી કુલ 48 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેની કુલ કિંમત આશરે રૂ.10,800/- છે. ત્યારે પોલીસે અરે પેથાપુર પોલીસે બંને ઇસમોની અટકાયત કરી છે તેમજ કુલ. 48 નંગ દારૂની બોટલ જપ્ત કરી બંને વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો પેથાપુર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પેથાપુરના સુરેલા વિસ્તારમાં મહાકાળી મંદિરમાં એપ્રોચ રોડ પરથી એક ફોરવીલર પસાર થવાની છે જેમાં દારૂની હીરાફેરી કરવામાં આવી રહી છે.ત્યારે પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં ગાડી નં જીજે 18 બી પી 7346 ત્યાંથી પસાર થતા પેથાપુર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેમાંથી કુલ 48 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ આવી હતી જેની કુલ કિંમત આશરે રૂ. 10,800/- છે ત્યારે પોલીસે બંને ઈમોની અટકાયત કરી દારૂની બોટલો જપ્ત કરી અને વિજયસિંહ વાઘેલા તેમજ નટવરસિંહ વાઘેલા નામના ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Social