ગાંધીનગરમાં ઈન્કમટેક્સનાં એકસાથે 27 સ્થળોએ દરોડા, રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની PSY ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી

ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની PSY ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે.Psy ગ્રુપના નિલય દેસાઈ, બંકીમ જોશી અને વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારો પર ઈન્કમટેક્સની ટીમે દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ હાલમાં એક સાથે 27 સ્થળો પર તપાસ ચાલી રહી છે અને તપાસમાં ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ વિનાયક ગ્રુપ ઉપર ઈન્કમટેક્ષ ત્રાટકી હતી. એ વખતે પણ બેનામી હિસાબો મળી આવ્યા હતા.

ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ દરોડાથી ગાંધીનગરની બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરના બિલ્ડરો ઉપર ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. Psy ગૃપના પર દરોડા પડ્યા. સેક્ટર 8, સરગાસણ અને પીડીપીયુ રોડ ઉપર આવેલી ઓફિસ અને નિવાસસ્થાન પર હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગાંધીનગરના બિલ્ડરો પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. એક સાથે 27 સ્થળો પર ITના દરોડા પડ્યા છે. Psy ગૃપ પર ઈન્કમ ટેક્સ વિભાગ ત્રાટક્યું છે. બંકીમ જોશી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને ત્યાં હાલ મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ITના દરોડાથી ગાંધીનગરના બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. સેક્ટર 8, સેક્ટર 21, સરગાસણ, PDPU રોડ પર તપાસ ચાલી રહી છે. બિલ્ડરની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ઈન્કમટેક્સ વિભાગના 100થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. આ તપાસમાં મોટાપાયે બેનામી વ્યવવાહ મળવાની શક્યતા છે. Psy ગ્રુપ ઉપર ઇન્કમટેક્સની રેડ પડતા જ ગાંધીનગરમાં ડરનો માહોલ છવાયો છે. બંકીમ જોશી અને નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને દરોડા પડતા આખી બિલ્ડર લોબી આકુળવ્યાકુળ બની છે. કારણ કે, આ તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે.

Social