અમદાવાદના વટવામાં બોગસ ડોક્ટર ઝડપાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી નારોલ પોલીસ સ્ટેશનમાં નઝીરખાન પઠાણ નામના આધેડ સામે નકલી ડોક્ટર બનીને લોકોના જીવ સાથે ચેડા કરવાની ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી કરી હતી
સૂત્રો પાસેથી માહિતી મળતા આરોગ્ય વિભાગની ટીમ પોલીસ ટીમે ટવા કેનાલ નજીક આવેલા બાગેહસન કોમ્પલેક્ષમાં એક દુકાનમાં રેડ કરતાં દુકાનમાં એક ઈસમ મળી આવ્યો હતો અને જુદી જુદીદવાઓ તેમજ ઇન્જેક્શન હતા. જેનું નામ નાઝીર ખાન છે અને તે ડોક્ટર હોવાની ઓળખ આપતા આરોગ્યની ટીમની સમક્ષ નાઝીર ખાને કબૂલાત કરી હતી કે, તેની પત્ની આબેદાબીબી દવાખાનું ચલાવે છે અને તેની ગેરહાજરીમાં તે બેસે છે. નઝીરખાનની પત્નિ આબેદાબીબીએ DCMSનો કોર્ષ કર્યો હોવાથી તેનું સર્ટિફિકેટ બતાવ્યુ હતું. નઝીરખાન પાસેથી 25થી વધુ અલગ ઇન્જેક્શન તેમજ દવાઓનો સ્ટોક મળી આવ્યો હતો. નઝીર ડોક્ટર નહી હોવા છતાય દર્દીઓની સારવાર કરતો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે. હાલ નારોલ પોલીસે નઝીરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social