અમદાવાદના વેજલપુરમાં પરિણીતાએ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી

સૂત્રોના કહેવા મુજબ વેજલપુર વિસ્તારમાં રહેતી યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ સલીમ, સસરા મુસ્તાક, સાસુ પરવીનબાનું, નણંદ કાયનાત, મામા સસરા જહીર અને માસી સાસુ નિલોફર વિરૂદ્ધ ઘરેલું હિંસા તેમજ મારામારીની ફરિયાદ કરી છે. યુવતીના લગ્ન 2021માં સલીમ સાથે સમાજીક રીતરીવાજ મુજબ થયા હતા. લગ્નના એક મહિના સુધી યુવતીને સારી રીતે રાખ્યા બાદ સાસરીયાઓએ તેની સાથે ઘરકામ બાબતે બબાલ કરવાનું શરૂ કરી દીધુ હતું. ત્યારે સલીમે પણ તેની સાથે મારમારી કરવાનું શરૂ કરી દીધું હતું. યુવતીએ તેની માતાને સાસરીયાના ત્રાસ મામલે કહ્યું હતું જેમા તેણે પણ સહન કરીને રહેવાની સલાહ આપી હતી. યુવતીને એટલી હદે ટોર્ચર કરવામાં આવતી કે તેણે પોતાની જાતેજ હાથમાં બ્લેડ મારીને નાસ કાપવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતી ગર્ભવતી થતા તે પોતાના પિયર ગઇ હતી, જ્યાં તેણે દીકરાને જન્મ આપ્યો હતો. યુવતી અને સાસરીયાનો થોડા દિવસ પહેલાં ઝઘડો થયો હતો જેથી સાલીમ તેને કાઢી મુકી હતી. યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ કરી છે.

Social