રાજકોટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રાજકોટના લક્ષ્મીના ઢોરે મોદીનગરમાં રહેતા 34 વર્ષના અશોકભાઈ ચંદ્રપ્રસાદ જોષીનો ઘર પાછળ ઝાડમાં પ્લાસ્ટિકની દોરીથી ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવને લઈને પોલીસે તપાસ અર્થે યુવાનના મૃતદેહને PM એમએટીઇ ખસેડયો હતો, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન મૂળ ઉતરાખંડનો વતની હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પત્ની સાથે ઝઘડો થયા બાદ ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં ઘર નજીકથી જ ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હોવાનું જાણવા મળ્યું છે. જેને પોલીસે તપાસ હાથ ધરી છે.

Social