મહેસાણાથી અંબાજી શક્તિપીઠ જવા 16મી સુધી 80 બસો દોડશે

યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા કાર્યક્રમને લઇને સરકારના માર્ગદર્શનમાં દરેક જિલ્લા કક્ષાાએથી અંબાજી મંદિર ટ્રષ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને નિ:શુલ્ક દર્શનાર્થે લઇ જવા માટે આગામી તા.12થી 16 દરમ્યાન 5 દિવસ સુધી રોજ બસ આયોજન કરવામાં આવ્યુ છે, એસ.ટી તંત્ર દ્વારા 5 દિવસ રોજ આશરે 80 જેટલી બસ ફાળવવામાં આવી છે, દૈનિક આશરે 4000 જેટલા યાત્રિકો નિશુલ્ક અંબાજી કાર્યક્રમમાં બસ સવારી જઇ શકશે.યાત્રિકોને બસ મારફતે અંબાજી શક્તિપીઠ દર્શનનો લાભ મળી શકે છે.

Social