સાણંદમાં રૂ.36.50 લાખના ચેક રિટન મામલે ખીચાના એક ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ

સાણંદના પિંપણ ગામે વડીલો પાર્જીત જમીન સૌથી મોટા ભાઈનું અવસાન થતાં વારસાઈમાં નામ છુપાવી નાના ભાઈએ જમીન વેચી નાખતા ભત્રીજાએ વાંધા અરજી કરતાં હિસ્સાની જમીનના પૈસાના કાકાએ રૂ.36.50 લાખના ચેક આપતા ચેક રિટન થતાં કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ ફરીયાદ કરતાં કોર્ટે ફરીયાદ દાખલ કરવાનો હુકમ કરતા સમગ્ર સાણંદ પોલીસે ચેક રિટન મામલે ગુનો નોંધયો છે.
સાણંદના કુંવાર ગામે રહેતા રાધેશ્યામભાઈ ડાહ્યાભાઈ કો.પટેલની પીંપણ ગામે વડીલો પાર્જીત જમીન આવેલ હતી. તેઓના પિતા તેમને એક ભાઈ તથા ચાર બહેનો છે. જેમાં સૌથી મોટા રાધેશ્યામભાઈના પિતાજી ડાહ્યાભાઈ ઇસાભાઈ હતા જેનોનું 9 ઓગસ્ટ 2002 ના રોજ મરણ ગયેલ અને જમીનમાં રેવન્યુ રેકર્ડ 7/12 ના ઉતારે તેઓના દાદા ઇસાભાઈ ચતુરભાઈનુ નામ ચાલતુ હતુ.
ત્યારબાદ નોંધ નં. ૪૨૬૪/૦૭ તા.5નવેમ્બર 2007થી તેઓના કાકા ત્રીકમભાઈ ઇસાભાઈએ રાધેશ્યામભાઈના પિતાજી મરણ ગયેલ હોય અને તેઓનું નામ વારસાઈમાં છુપાવી વારસાઈ કરાવી તેઓનુ નામ દાખલ કરાવ્યુ હતું. ત્યારબાદ ત્રીકમભાઈ ઇસાભાઇએ રજી,વેચાણ દસ્તાવેજ તા.24 ઓગસ્ટ 2023 થી રૂ.45,00,000,/- અવેજ દર્શાવી વિનાબેન લછમણદાસ ઉતવાનીને વેચાણ આપી દિધેલ હતી. જેથી તા.04 સપ્ટેમ્બર 2023ના રોજ સામે વાંધા અરજી આપી તકરારી કેસ દાખલ કરાવ્યો હતો. જેથી રાધેશ્યામભાઈના કાકા ત્રીકમભાઇ ઇસાભાઈ કો.પટેલએ તેઓને જણાવેલ કે, તમારા હિસ્સાની જમીનના પૈસા જેમ પાર્ટી આપે તેમ તમોને ચેક દ્વારા આપીશુ તેવી વાત કરતાં સહમત થતાં હા પાડતા ત્રીકમભાઈએ રૂ.12,00,000/- નો અને રૂ.11,00,000/- નો ચેક આપેલ હતો જે બન્ને ચેક ગત તા.15/6/2023ના રોજ બેંકમાં જમાં કરાવતા બેલેન્સ નહી હોવાના કારણે બન્ને ચેકો રીટર્ન થયા હતા તેમજ તા.16 મે 2023ના રોજ રૂ.3.50 લાખનો ચેક આપેલ હતો. જે ચેક પણ બેલેન્સ નહી હોવાના કારણે રીટર્ન થતાં ભત્રીજા રાધેશ્યામભાઈ તેઓના કાકા ત્રીકમભાઇ ને વાત કરતા બંને વચ્ચે નોટરાઇઝ સમજુતી કરાર થયો હતો જેમાં રૂ.15 લાખ આપવાનુ કહી રૂ.5 લાખ રોકડ આપેલ અને રૂ.10 લાખનો ચેક આપેલ હતો. જે ચેક ગત તા.19/10/2023ના રોજ બેંકમાં જમા કરાવતા આ ચેક પણ ખાતામાં બેલેન્સ નહી હોવાના કારણે રીટર્ન થતાં રાધેશ્યામભાઈએ સાણંદ કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ ફરીયાદ કરતાં કોર્ટ દ્વારા ફરીયાદ દાખલ કરવાનો હુકમ કરતા રાધેશ્યામભાઈએ સાણંદ પોલીસમાં ત્રીકમભાઇ ઇસાભાઈ કો.પટેલ (રહે.ખીચા)રૂ.36.50 લાખના ચાર ચેકો આપી નાણા નહી આપવાના ઇરાદે ખાતામાં પુરતા નાણા ન રાખતા ચારેય ચેક રીટર્ન કરી છેતરપીંડી કરેલ હોવાની ફરિયાદ કરતાં પોલીસે ત્રીકમભાઇ ઇસાભાઈ કો.પટેલ સામે ગુનો નોંધયો છે.

Social