સ્ટ્રીટ લાઇટનો પોલ દૂર કરાયો : સાણંદ શહેરના બાયપાસ નજીક ટ્રાફિક ઘટશે

સાણંદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા તંત્રએ ડી માર્ટ પાસેના બાયપાસ ચાર રસ્તા તરીકે ઓળખાતા ટીપી 5 પર છેલ્લા ઘણા વર્ષોથી ટ્રકો,બસો સહિત હેવી વાહનો માટે અવરજવર માટે ડાયવર્ઝન કયું છે આ રોડ પરથી હજારોની સંખ્યામાં ચાલકો પસાર થતા હોય છે, આ ચાર રસ્તા પાસે વળાંક ઓછો હોવાનાથી હવે ટ્રકો, ટ્રેલરો પસાર થતાં ચાર રસ્તા પર ટ્રાફિક જામ સર્જાય છે
વળાંક મોટો કરવા તંત્રએ હાઇવે રોડ પર વળાંક પાસેનું ડિવાઈડર અને સ્ટ્રીટ લાઇટના પોલ દૂર કરવાનો શરૂ કર્યું છે. બાયપાસ ચાર રસ્તા પરના સીસીટીવી અને સ્ટ્રીટ લાઇટનો પોલ સાવચેતી પૂર્વક ખસેડયો હતો અને આગામી દિવસોમાં ચાર રસ્તા વચ્ચે નડતર રૂપ ડિવાઇડરને પણ દૂર કરાશે જેને લઈને ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા હળવી થશે.

Social