રાજયમાં વર્ગ 1 અને 2ના અધિકારીઓની બદલી તેમજ બઢતી કરાઇ, જુઓ લિસ્ટ

ગાંધીનગર ખાતે સચિવાલયમાં ફરજ બજાવતા ઉપસચિવ સંવર્ગનાં 9 અધકારીઓની બદલી તેમજ વર્ગ-2 માં સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા કુલ 77 અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે સચિવાલયમાં ફરજ બજાવતા ઉપસચિવ સંવર્ગનાં 9 અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે. તેમજ સચિવાલય સંવર્ગની વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવતા વર્ગ-2 ના કુલ 77 સેક્શન અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં હજુ ઘણા વિભાગનાં કર્મચારીઓની અરસપરસ બદલીઓ થવાનું જાણવા મળી રહ્યું છે.

વર્ગ-1 માં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા મહેસૂલ વિભાગના પરેશ ચાવડાની સામાન્ય વહીવટ વિભાગમાં, આરોગ્ય અને પરિવાર વિભાગમાં ફરજ બજાવતા ગાયત્રી દરબારની સામાન્ય વહીવટ વિભાગમાં, નાણાં વિભાગમાં ફરજ બજાવતા ઇલાબેન પટેલની સામાન્ય વહીવટ વિભાગમાં, મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા કમલેશ ધરમદાસાણીની ગુજરાત તકેદારી આયોગમાં, આમ 9 અધિકારીઓની અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવી છે. જયારે વર્ગ-2 માં ફરજ બજાવતા 77 સેક્શન અધિકારીઓની વર્ગ-1માં ઉપસચિવ તરીકે હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. સેક્શન અધિકારી સાગર એચ.પણસારાની સંસદીય બાબતો શિક્ષણ વિભાગમાં બઢતી આપવામાં આવી છે. કિશોર ભીખાભાઈ ધારૈયાને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાં બઢતી આપવામાં આવી છે. ડૉ.યાસ્મિન ગુલામશા દિવાનની બંદરો અને વાહનવ્યવહાર વિભાગમાં બઢતી આપવામાં આવી છે. આમ 77 સેક્શન અધિકારીઓની વર્ગ-1માં ઉપસચિવ તરીકે હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.

Social