મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલુ, સમુદ્રની નીચે સુરંગમાં દોડશે બુલેટ ટ્રેન

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે કોરીડોર અંતર્ગત મુંબઈ શહેરના વિવિધ સ્ટેશનોના નિર્માણની કામગીરી ચાલી રહી છે. બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ, વિક્રોલી, ઘનસોલી નજીક સાવલી, સિલફાટા સ્ટેશનોની કામગીરી પ્રગતિમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચે બુલેટ ટ્રેન ભૂગર્ભ સ્ટેશન માટે 21 કિલોમીટર લાંબી ભારતના પ્રથમ સમુદ્ર નીચેના બોગદાંનું નિર્માણ ચાલી રહ્યું છે. 16 કિલોમીટર લાંબા 3 બોગદાં બનાવવા માટે બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે બાકીના 5 કિલોમીટર બોગદાં માટે ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ અપનાવાશે. બોગદુ બનાવવા માટે જમીનની સપાટીથી લગભગ 25 થી 57 મીટર તેમજ બિંદુ શિલફાટા નજીક પારસિક ટેકરીની નીચે 114 મીટર ઉંડુ બાંધકામ કરવામાં આવશે.

બીકેસી સ્ટેશન બનાવવા માટે જરૂરી જમીન, જે લગભગ 4.8 હેક્ટર છે, તેને એનએચએસઆરસીએલ (નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે.આ સ્ટેશનનું નિર્માણ બોટમ-અપ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવશે, જેનો અર્થ એ છે કે ખોદકામનું કામ ભોંયતળિયાના સ્તરથી શરૂ થશે અને કોંક્રિટનું કામ ફાઉન્ડેશનથી શરૂ થશે. આ સ્ટેશન માટે જરૂરી ખોદકામ ખૂબ જ વિસ્તૃત છે, જે 32 મીટરની ઊંડાઈ સુધી પહોંચે છે, જેનું અંદાજે કદ આશરે 18 લાખ ઘન મીટર છે. આવા ઊંડા ખોદકામને સુરક્ષિત રીતે પાર પાડવા માટે, જમીન ધરાશાયી ન થાય તે માટે એક પાયાની આધાર પધ્ધતિ બનાવવી આવશ્યક છે. આ આધાર પધ્ધતિમાં 3382 સેકન્ટ થાંભલાનું નિર્માણ કરવામાં આવશે, જે દરેકની ઊંડાઈ 17 થી 21 મીટર સુધીની છે. તમામ સેકન્ટ થાંભલાઓ બનાવવામાં આવ્યા છે. સ્ટેશન વિસ્તારમાં ખોદકામ શરૂ થઈ ગયું છે, અને લગભગ 1.5 લાખ જમીનનું ખોદકામ અને નિકાલ થઈ ચૂક્યો છે. ખોદકામ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ થાંભલાને ચોક્કસ અંતરાલે (2.5 થી 3.5 મીટર સુધીના) જમીનના લંગર અને વોલર્સ સાથે એક સાથે ટેકો આપવામાં આવે છે.

હાલ 681 મજૂરો અને સુપરવાઈઝર્સ કામની જગ્યા પર દિવસ રાત કામ કરી રહ્યા છે. પ્રોજેક્ટ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ આ સંખ્યામાં વધારો થવાની ધારણા છે. એક અંદાજ મુજબ, ટોચના સમય દરમિયાન દરરોજ જરૂરી મહત્તમ કાર્યદળ 6000 વ્યક્તિઓ સુધી પહોંચી શકે છે. માટીના એન્કર અને વોલર્સનું ખોદકામ અને ફિક્સિંગ એ સ્થળ પર ચાલી રહેલી પ્રાથમિક પ્રવૃત્તિ છે.મહારાષ્ટ્ર રાજ્યમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા ખાતે બુલેટ ટ્રેન ભૂગર્ભ સ્ટેશન વચ્ચે 21 કિમી લાંબી ભારતની પ્રથમ ભૂગર્ભ/સમુદ્ર નીચેના બોગદાંનું નિર્માણ ચાલી રહ્યું છે.

નીચેનાં સ્થળોએ નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે
1) મુંબઇ એચએસઆર સ્ટેશન બાંધકામની જગ્યાએ શાફ્ટ 1: 36 મીટરની શાફ્ટની ઊંડાઈ, 100% સેકન્ટ પિલિંગનું કામ પૂર્ણ, હાલ ખોદકામનું કામ ચાલી રહ્યું છે
2) વિક્રોલીમાં શાફ્ટ 2: શાફ્ટની 36 મીટરની ઊંડાઈ, 100% પાઈલિંગનું કામ પૂર્ણ, હાલ ખોદકામનું કામ ચાલી રહ્યું છે. આ શાફ્ટનો ઉપયોગ બે ટનલ બોરિંગ મશીનને બે જુદી જુદી દિશામાં ઘટાડવા માટે કરવામાં આવશે, એક બીકેસી તરફ અને બીજો ઘનસોલી તરફ
3) સાવલી (ઘનસોલી નજીક)માં શાફ્ટ 3: શાફ્ટની 39 મીટરની ઊંડાઈ, હાલ ખોદકામનું કામ ચાલી રહ્યું છે.
4) શિલફાટા: આ બોગદાંનો એનએટીએમ છેડો છે. કાર્ય સ્થળ પર પોર્ટલનું કામ શરૂ થઈ ચૂક્યું છે
5) એડીઆઇટી (વધુમાં સંચાલિત મધ્યવર્તી બોગદું) પોર્ટલઃ આ પોર્ટલ ઝડપથી નિર્માણ પ્રગતિ માટે ભૂગર્ભ/સમુદ્રની અંદર બોગદાંની વધારાની સુલભતા પ્રદાન કરશે.

Social