રાજકોટમાં 2 વર્ષમાં 10 ચોરીને અંજામ આપનાર ઈસમની કરી ધરપકડ

        રાજકોટમાં છેલ્લા 2 વર્ષમાં 7 મકાનમાં ચોરી કરનાર અગાઉ રૈયાધારમાં અને હાલ કાલાવડના નિકાવા તાબેના ખડધોરાજી ગામે રહેતાં 40 વર્ષિય રીઢો તસ્‍કર શિવા જેરામભાઇ વાજેલીયાને ACB ઝોન-2 ટીમે શિતલ પાર્ક મેઇન રોડ પર આવેલ ઉગતા પોરની મેલડી માતાજીના મંદિર પાસેથી દબોચી લઇ 6,95,900ના દાગીના અને રોકડા 30,500 મળી કુલ 8,46,400નો મુદ્દામાલ તેમજ ચોરી કરવામાં વાપરેલા સાધનો, રિક્ષા સહિત કબ્‍જે કરી વધુ પુછતાછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, 6 દિવસ પહેલા બજરંગવાડી-10 જલ્‍યાણ પાર્કમાં ઘરમાં થયેલી 2,95,000ની ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે.
Social