મહેસાણામાં સગીરાનું અપહરણ કરી ફરાર થયેલા શખ્સને SOGએ પકડ્યો

મહેસાણા એસોજીની ટીમે લાઘણજ પોલીસ મથકે નોંધાયેલા સગીરાના અપહરણના ગુનાની તપાસ કરતા એક શકમંદ શખ્સની બાતમી મળી હતી. જે બાતમી આધારે પોલીસે તપાસ કરતા ગોઝારીયા બસ સ્ટેન્ડ માંથી સગીરા સાથે અપહરણ કર્તા પઢારિયા ગામનો વિશાલ મંગાજી ઠાકોર ઉંમર 22 વાળો ઝડપાયો હતો. SOG ટીમે તેની અટકાયત કરી લાઘણજ પોલીસ મથકે સોંપ્યો હતો. જ્યાં 17 વર્ષીય સગીરાને અપહરણ કર્તાની ચંગુલમાંથી મુક્ત કરાવી તેના પરિવારને સોંપવામાં આવી હતી. પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આદરી હતી.

Social