સાણંદના ગોધાવી પાસે મીક્ષચર બંકરની ટક્કરે એક્ટિવા ચાલક મહિલાને ઇજા

  પ્રાપ્ત માહિતી મુજબ ઘુમા ખાતે રહેતા આશબેન ગોસાઇ ખાનગી શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરે છે અને આશબેન તેઓનો 10 વર્ષના પુત્ર સાથે સંસ્કારધામથી એક્ટીવા પર લઈ ને ટીપી રોડ થઈ ઘર તરફ જતા હતા. તે દરમ્યાન સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પહેલાના ચાર રસ્તા ખાતે રોડ ઉપરથી એક મીક્ષચર બંકરના ચાલકે પુર ઝડપે ગફલત ભરી રીતે હંકારી એક્ટીવાને ટક્કર મારતા આશબેન નીચે પડી જતાં ઇજા થઈ હતી. બીજી તરફ અકસ્માત થતાં ચાલક ગાડી મુકી ફરાર થયો હતો. ઇજાગ્રસ્ત મહિલાએ પરિવારજનોને જાણ કરતાં તાત્કાલિક તેઓના પતિ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને તેઓની પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવને લઈને મહિલાના પતિ પ્રીનલ સુરેશગીરી ગોસ્વામીએ બોપલપોલીસમાં ગાડીના નંબર આધારે ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
Social