સાણંદના વડનગરમાંથી પાર્ક કરેલ આઇસર અને માધવનનગરમાંથી બાઈકની ચોરી થતા રહીશોમાં ફફડાટ

સાણંદના વડનગર ગામે રહેતા પપ્પુલાલ નથુલાલ મારાવાડી (રેગર) સાણંદ જી.આઇ.ડી અને ચાંગોદરમાં આવેલ કંપનીમાથી સ્ક્રેપનો માલસામાન ભરવામાં માટે આઇસરનો ઉપાયોગ કરે છે, તેઓએ આઇસર વડનગર ગામના રોડ પર આવેલ ઉમયા પાન પાર્લરની સામે મુકી ઘરે ગયેલ ત્યારબાર મિત્ર આઇસર ફેરા માટે લેવા આવતા પાર્ક કરેલ આઇસર હતી નહિ જેથી આજુબાજુમા ઘણી શોધખોળ કરવા છતા મળી ન હતી. અજાણ્યા ચોરે પાર્ક કરેલ આઇસર (રૂ.2 લાખ)ની ચોરી કરી ફરાર થઇ જતા સમગ્ર બનાવને લઈને પપ્પુલાલએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધયો છે.
બીજી તરફ સાણંદ તાલુકાના દોદરગામે રહેતા પ્રતાપભાઇ ઝેણાભાઇ મકવાણા અમદાવાદ કામ અર્થે જવા માટે બાઇક લઈને દોદરથી માધવનગર આવેલ અને માધવનગર ગામમાં જવાના રસ્તા પાસે આવેલ જોગણી માતાના મંદીરની બાજુમાં બાઇક પાર્ક કરી પરિવાર સાથે અમદાવાદ એમ.ટી.એસ.બસમાં ગયેલા અને સાંજે પરત માધવનગર આવતા પાર્ક કરેલ રૂ. 35 હજારની કિંમતના બાઇકની અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી ફરાર થઈ ગયા હતા સમગ્ર બનાવને લઈને સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધયો છે.

Social