વલસાડમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસમાં અચાનક લાગી આગ, તમામ 30 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા

વલસાડના ધરમપુરના આવધા ગામમાં મોટી દુર્ઘટના ઘટતા ટળી છે. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એક ઘાટ પર ચડતી વખતે અચાનક બસમાં આગ લાગી જવા પામી હતી. જે બસમાં 30 વિદ્યાર્થીઓ સવાર હતા. આગ લાગ્યા બાદ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતાં. વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા બાદ બસ બળીને થઈ ખાખ થઈ ગઈ હતી. અત્રે જણાવીએ કે, સેલવાસના સામરવરણીની સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક પર જઈ રહ્યાં હતા.

અવર લેડી ઓફ હેલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓ વિલ્સન હીલ પિકનિક પર જતા હોવાની વિગતો સામે આવી હતી. ધરમપુર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.જો કે, આગની ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ બાળકો આ ઘટનાના પગલે ચિંતિત થઈ ગયા હતા. જો કે, ઘટનાના પગલે તાત્કાલિક ધોરણે બાળકોને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવતા કોઈ મોટી દૂર્ઘટના સર્જાઈ ન હતી. પરંતુ બસ બળીને ખાખ થઈ ગઈ હતી સૌથી મોટો સવાલ એ થાય છે કે, આ સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પિકનીક પર લઈ જતી વખતે કેમ આવી દૂર્ઘટના ઘટે છે, શુ આમા પણ કંઈ ટેકનિકલ ખામી જોયા વિના જ બસ લઈ જવાઈ હતી.

Social