મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંબાજીમાં મા અંબાના કર્યા દર્શન અને પી.એમ આવાસ યોજના અંતર્ગત “શ્રી શક્તિ સેવા કેન્દ્ર” ના સહયોગ થી‌ અંબાજીના કુંભારિયા ખાતે બનેલા મકાનો લાભાર્થીઓને અર્પણ કર્યા

અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર ના સહયોગ થી ગબ્બર ખાતે ભિક્ષાવૃતી કરતા પરિવારો ને પી.એમ આવાસ યોજના અંતર્ગત આવાસ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા.જે અંતર્ગત તૈયાર થયેલ મકાનો આજરોજ મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓ ને ફાળવાયા હતા.

મકાન મેળવવામાં સહયોગ બદલ શ્રી શક્તિ સેવા કેન્દ્રનો આભાર માનતા લાભાર્થી વર્ષોથી ગબ્બર શક્તિપીઠ વિસ્તારમાં યાત્રિકો પાસેથી ભીખ માંગીને ગુજારો કરતા અને ઝૂંપડું બનાવી ને રહેતા ભરથરી પરિવાર ના મોભી હરાજી લાથાજી ભરથરી એ પી.એમ આવાસ યોજના અંતરગત મકાન મેળવેલ છે.જેમાં ભિક્ષાવૃત્તિ કરતા તેમના બાળકો શ્રી શક્તિ સેવા કેન્દ્ર ના ધ્યાને આવતા કેન્દ્રના સહયોગ દ્વારા બાળકો ને પણ ભિક્ષાવૃતિ માંથી મુક્ત કરાવેલ અને સારા શિક્ષણ સાથે ઘર મેળવવા સહયોગ કરેલ તે બદલ તેમનો આભાર માન્યો હતો .

ઘણા વર્ષો થી ગરીબી અને હાડમારી માં જીવતા, ભીક્ષાવૃતી કે છૂટક મજૂરી કરી ને જીવન ગુજારતા ગરીબ બહેનો કે જેમણે પી.એમ આવાસ યોજના નો લાભ મળ્યો છે તેમણે પણ આજે મકાન મળશેની ખુશીમાં આનંદ વ્યક્ત કર્યો હતો.ભગવાન રામ ને આટલા વર્ષે ઘર ( મંદિર માં વિરાજમાન ) મળ્યું તેમ અમને પણ ઘર મળશે, અમને ઘર આપવા બદલ ખુબ ખુબ આભાર મોદી સાહેબ,કહેતા લાભાર્થી ના ચહેરા પર ઘર મળ્યા ની અનોખી ખુશી જોવા મળી હતી.

દાંતા તાલુકોએ અતિ પછાત આદિવાસી વિસ્તાર નો તાલુકો છે જ્યાં જંગલો માં વસતા આદિવાસી પરિવારના લોકોને જીવાદોરી માટે મજૂરી અને ખેતીકામ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી ત્યારે તેવા માં શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વાર આદિવાસી તેમજ ગરીબ નિરાધાર બહેનો માટે નારી સશક્તિકરણ અંતર્ગત ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવશે જેમાં વિવિધ કામગીરી માટે મહિલાઓને અને કામ અપાશે જેમાં અગરબત્તી, કોડિયાં – દીવા,માટીના અન્ય બનાવટો, રૂ વાટ વગેરે વસ્તુઓ‌ બનાવવા માટે આધુનિક મશીનો સરકાર શ્રી ની સહાય થી લાવેલ છે અને જરૂરિયાતમંદ મહિલાઓ ને સશક્ત બનાવવા ,આત્મનિર્ભરતા અને સ્વમાનપૂર્વક જીવન જીવી શકે તે માટે તેમને ટ્રેનિંગ આપી અને કામ અપાશે જેથી તેમને રોજગારી સાથે કૌશલ્ય પ્રાપ્ત થાય અને તેમના દ્વારા તૈયાર થયેલ માલ સમાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ખરીદશે. આમ અંબાજી મંદિર ટ્રસ્ટ પણ આ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ માલ ખરીદી નારી સશક્તિકરણ ને ટેકો કરશે જેની શરૂઆત આજે મુખ્યમંત્રી હસ્તે કરવામાં આવી હતી.

Social