ગાંધીનગરમાં બિલ્ડર ગ્રુપ PSY પર IT ના દરોડામાં ખુલાસો : એક હજાર કરોડના બેનામી વ્યવહાર, લોકરમાંથી દાગીના અને રોકડ મળી

ગાંધીનગરમાં આવેલા PSY બિલ્ડર ગ્રુપ પર ત્રાટકેલા ઇન્કમ ટેક્સ વિભાગને કરોડોના બેનામી વ્યવહાર મળી આવ્યા છે. આવકવેરા વિભાગે જપ્ત કરેલા 15 લોકરની તપાસ કરતા 2 કરોડની રોકડ મળી આવી છે. આ સાથે 5 કરોડના દાગીના પણ ઇન્કમ ટેક્સ વિભાગે જપ્ત કર્યા છે. સતત બિનહિસાબી વ્યવહારોના ખુલાસાને લઇ આવકવેરા વિભાગે બિલ્ડર ગ્રુપના ભાગીદારો પર પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર તપાસમાં હજી સુધી 1 હજાર કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. આવકવેરા વિભાગની તપાસમાં આ આંકડો હજી પણ ઉપર જાય તેવી શક્યતા છે.

ગાંધીનગરમાં ગુરૂવારે ઇન્કમટેક્સે દરોડા પાડ્યા હતા. ગાંધીનગરમાં સેક્ટર-8 અને સેક્ટર-21 સહિત કુલ 27 સ્થળો પર અચાનક જ ઇન્કમટેક્સ દ્વારા તપાસ હાથ ઘરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટી નામનાં ધરાવનાર PSY ગ્રુપ પર ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં PSY ગ્રુપના નિલય દેસાઈ, બંકીમ જોષી અને વિક્રાંત પુરોહિતમ સહિતના ભાગીદારો પર ઈન્કટેક્ષની ટીમે દરોડા પાડ્યા હતા. ત્યારે ભૂતકાળમાં પણ વિનાયક ગ્રુપ પર ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી. તેમજ તે વખતે પણ કરોડોનાં બેનામી વ્યવહારો મળ્યા હતા.

Social