પાલુન્દ્રા ગામની સીમ બહિયલ રોડ ખાતે રિક્ષા પલટી જતા પતિનું સારવાર દરમિયાન મોત, જયારે પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત

દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામની સીમ બહિયલ રોડ ખાતે રિક્ષા પલટી ગઈ હોવાની ઘટના સામે આવી છે. દંપતી તેમજ પુત્ર દવાખાને જઈ રહયા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમજ આ અકસ્માતમાં પતિનું સારવાર દરમિયાન મોત, જયારે પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત થયા છે, આથી મૃતકની પત્નીએ દહેગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

દહેગામના વાસણા સોગઠી ખાતે રહેતા અમરતબેન કાંતિજી ચૌહાણે દહેગામ પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેમનો દીકરો અલ્પેશ બીમાર થતા પતિ સાથે રિક્ષા લઈને બહિયલ ગામે દવાખાને જવા નીકળેલ હતા. તે દરમ્યાન પાલુન્દ્રા ગામની સીમ બહિયલ રોડ ખાતે જતા હતા. દરમિયાન રીક્ષાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક રીક્ષા પલ્ટી ખાઈ ગયેલ અને આ અકસ્માત થવાથી તેમને જમણાં પગે ઈજાઓ થયેલ તેમજ તેમના પતિને શરીરે વધતી ઓછી ઈજાઓ થયેલ. અને તેમના દીકરાને પણ સામાન્ય ઇજાઓ થયેલ જેથી સ્થાનિક લોકોની મદદથી 108 ને ફોન કરતા દહેગામ સરકારી દવાખાને લાવેલા જ્યાં તેમના દીકરાને સારવાર કરી રજા આપી દીધેલ. અને તેમને તથા તેમના પતિને વધુ સારવાર માટે સિં.હો ગાંધીનગર રીફર કરેલ અને સિં.હો ગાંધીનગર લાવતા ડોક્ટરએ મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટના અંગે ફરિયાદીએ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

Social