ગાંધીનગરમાં મકાન બાબતે પૂછતાં પતિએ પત્નીને માર માર્યો

મહિલાઓ પર ઘરેલુ હિંસાનાં બનાવો સતત વધી રહ્યાં છે. તેવામાં વધુ એક બનાવ સામે આવ્યો છે. ગાંધીનગરમાં સામાન્ય વાતમાં પતિએ પત્નીને માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે આરોપી પતિ સામે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીનગર ખાતે રહેતા સંગીતાબેન પ્રજ્ઞેશભાઈ પટણીના પતિએ કુડાસણ ખાતે ફ્લેટ લીધો હતો અને ફરિયાદી આ વાતથી અજાણ હતા ત્યારે ફરીયાદીએ તેના પતિને કહેલ કે કુડાસણ ખાતે નવો ફ્લેટ લીધો છે તેમ છતાં તેઓ મને જાણ કેમ ના કરી તો ફરિયાદીના પતિ કહેવા લાગ્યા હતા કે ફ્લેટ તો મારી માતાએ લીધેલ છે એમાં તારે શું લેવાદેવા તેમ કહી જેમ મન ફાવે તેમ ગાળો બોલી ગળદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને જો ફરીથી મારા કુડાસણ ખાતેના મકાન બાબતે કંઈ પૂછપરછ કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત સંગીતાબેનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાદમાં સંગીતાબેન પ્રજ્ઞેશભાઈ પટણીએ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકમાં પ્રજ્ઞેશભાઈ વાલજીભાઈ પટણી તથા અમિતાબેન વાલજીભાઈ પટણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Social