અમદાવાદના શિવરંજની પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી અકસ્માત સર્જયો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોડી રાત્રે અમદાવાદમાં શિવરંજની તરફ જતી એક કારનો અકસ્માત થયો હતો. કાર BRTS કોરિડોરમાં જતી રહી હતી. કારમાં બેસેલ ડ્રાઇવની સીટની બાજુના વ્યક્તિને પગમાં સળીયો ઘૂસી ગયો હતો અને ગાડી લોક થઈ જતાં ફાયરની ટીમ બોલાવીને ઇજાગ્રસ્ત વ્યક્તિને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. ચાલક નહેરુનગરથી શિવરંજની જતો હતો ત્યારે વિજય સોસાયટી આગળથી પસાર થતા હતાં સમયે અગમય કારણસર કારના સ્ટેરીંગ પરથી ચાલકે કાબુ ગુમાવી દેતા BRTS નું રેલિંગ તોડી દેતા કારમાં એક વ્યક્તિને રેલિંગનો સળીયો પગમાં ઘુસી જતા ઇજા પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમતથી બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતો.

Social