જ્યાં સુધી આપણે માલિકી ધરાવતા હોઈએ ત્યાં સુધી આપણે પ્રેમ નહીં કરી શકીએ.
જે.કૃષ્ણ મૂર્તિ

પ્રેમને આપણે એક સંવેદના તરીકે જાણીએ છીએ જયારે આપણે એમ કહીએ કે આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે ઈર્ષ્યા ને જાણીએ છીએ, આપણે ભય ને જાણીએ છીએ, આપણે ચિંતાને ઉપાધિને જાણીએ છીએ , જયારે તમે કોઈને કહો કે તમે કોઈને ચાહો છો, ત્યારે તેમાં આ બધું આવી જાય છે. ઈર્ષ્યા તમારા માલિકી ભાવ ની ઈચ્છા, તમારું પોતાનું હોવાની ઈચ્છા, આધિપત્ય ધરાવતું, ગુમાવી બેસવાનો ભય વગેરે વગેરે બધુ જ તેમાં આવી જાય છે. આ બધાને આપણે પ્રેમ કહીએ છીએ, અને આપણે ભય વગર, ઈર્ષા વગર માલિકી વગરના પ્રેમ ને જાણતા નથી; આપણે પ્રેમની આવસ્થાને શબ્દોમાં દર્શાવીએ છીએ. પ્રેમની અવસ્થા ભય વગરની છે, આપણે તેને અવૈયક્તિક, શુદ્ધ દૈવી, અને બીજા કયા કયા નામે ઓળખાવીએ છીએ તે તો ઈશ્વર જાણે; પરંતુ હકીકત એ છે કે આપણે ઈર્ષ્યાળુ છીએ, આપણે આધિપત્ય ધરાવીએ છીએ, આપણે માલિકી ભાવ ધરાવીએ છીએ. આપણે પ્રેમની એ અવસ્થાને ત્યારે જ જાણી શકીએ કે જયારે ઈર્ષ્યા, અદેખાઈ, માલિકી ભાવ આધિપત્ય અને વર્ચસ્વનો અંત આવે; અને જ્યાં સુધી આપણે માલિકી ધરાવીએ છીએ ત્યાં સુધી આપણે ક્યારેય પ્રેમ નહીં કરી શકીએ… તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો. તેને વિષે તમે ક્યારેય વિચારો છો? તે જયારે જતી રહે છે. ત્યારે તમે તેને વિષે વિચારો છો, જયારે તે દૂર હોય છે. ત્યારે તમે તેને વિષે વિચારો છો, જયારે તે તમને, છોડીને જતી રહી હોય છે ત્યારે તમે તેને વિષે વિચારો છો. જે વ્યક્તિ ને તમે એમ કહો છો કે તેમ અમે કહો છો કે તેમ તેને પ્રેમ કરો છો ત્યારે તમને એ વ્યક્તિનો અભાવ સાલે છે, જયારે તમને ખલેલ પંહોચે છે, જયારે તમે મુશ્કેલીમાં હો છો અને જ્યાં સુધી તમે તે વ્યક્તિના માલિક હો છો, ત્યાં સુધી તમારે એ વ્યક્તિને વિષે વિચારવાની જરૂર પડતી નથી, કારણકે માલિકી ભાવમાં કોઈ ખલેલ પડતી નથી.
વિચારવાનું તો ત્યારેજ આવે છે કે જયારે તમે ચિંતિત હો, તમને ખલેલ પહોંચતી હોય અને તમે જેને પ્રેમ કહો છો તેને વિષે વિચારતા રહેશો ત્યાં સુધી તમે ચિંતિત તો રહેવાનાજ. ચોક્ક્સ પણે પ્રેમ મનની વસ્તુ નથી, અને મનની વસ્તુઓ એ આપણા હૃદય ભરી દીધા છે, તેથી આપણે પ્રેમ નથી ધરાવતા મન જેનાથી ભરેલું હોય છે, તેવી વસ્તુઓ છે; ઈર્ષ્યા, અદેખાઈ, મહત્વાકાંક્ષા, કાઈંક બનવાની ઈચ્છા, સફળતા મેળવવી વગેરે મન ની આ વસ્તુ ઓ થી તમારા હૃદયો ભરેલા છે , અને ત્યારે તમે કહો કે તમે પ્રેમ કરો છો; પરંતુ જયારે તમારામાં આ બધા ગૂંચવતા તત્વો હોય છે ત્યાં સધી તમે પ્રેમ કઈ રીતે કરી શકો છો ? જ્યાં ધુમાડો હોય ત્યાં શુદ્ધ જ્યોત કેવી રીતે હોઈ શકે ?
પ્રેમ ફરજ નથી
જ્યાં પ્રેમ હોય ત્યાં ફરજ ના હોય. જયારે તમે તમારી પત્નીને પ્રેમ કરો ત્યારે તમે બધુજ તેની સાથે વહેંચો છો તમારી સંપત્તિ, તમારી મુશ્કેલીઓ, તમારી ચિંતા તમારો આનંદ વગેરે. તમે તેના ઉપર આધિપત્ય નથી ધરાવતા હોતા. તમે એવા પુરુષ નથી કે જે સ્ત્રીનો ઉપયોગ કરીને તેને છોડી દે સ્ત્રી તમારું નામ આગળ વધારે તેવા સંતાનોને જન્મ, આપતું યંત્ર નથી. જ્યાં પ્રેમ હોય ત્યાં ફરજ શબ્દ અદ્રશ્ય થઇ જાય છે. જે માણસના હદયમાં પ્રેમ નથી તે જ હક્ક અને ફરજ વિષે વાતો કરે છે, અને આ દેશમાં પ્રેમનું સ્થાન ફરજ અને હક્કે લઇ લીધું છે. સ્નેહની ઉષ્મા કરતા કાયદા અને નિયમો વધારે મહત્વના બની ગયા છે. જ્યાં પ્રેમ છે ત્યાં સમસ્યા સિદી સાદી છે; જ્યાં પ્રેમ નથી ત્યાં સમસ્યા જટિલ બની જાય છે. જયારે કોઈ પુરુષ તેની પત્ની અને તેના બાળકોને પ્રેમ કરે છે; તે કદાચ કયારેય ફરજ અને હક્કના સંદર્ભમાં વિચારન કરે, તમારા પોતાના હદય અને મનને તપાસી જુઓ હું જાણું છું કે તમે તેને હસવામાં ખપાવી દેશો. તે તો અવિચારી માણસની યુક્તિઓ છે; હસવામાં કાઢી નાખવું અને અવગણવું કે એક બાજુ મૂકી દેવું. તમારી પત્ની તમારી જવાબદારી માં સાથ નથી આપતી, તમારી પત્ની તમારી સંપત્તિમાં સહભાગી નથી બનતી તમારી પાસે કાંઈ છે. તેનો અડધો અડધ હિસ્સો તેનો નથી કારણકે તમે તમારી પત્ની ને તમારા કરતા ઓછી આંકો છો. એવું કાંઈક છે કે જે તમે સાચવી રાખો છો અને કામેચ્છાની ભૂખ જાગે ત્યારે તેને સંતોષવા માટે તેની સગવડતા મુજબ ઉપયોગ કરો છો. એટલે તમે હક્ક અને ફરજ જેવા શબ્દો શોધી કાઢ્યા છે. અને જ્યારે એ સ્ત્રી બળવો પોકારે છે. ત્યારે તમે તેને આ ફરજ અને હક્ક જેવા શબ્દો કહી ધૂત્કારી કાઢો છો. જે ફરજ અને હક્કની વાતો કરે છે તે સ્થગિત સમાજ છે. તે વધારે બગડતો જતો સમાજ છે. જો તમે ખરેખર તમારા હદય અને મનને તપાસશો તો તમને જણાશે તે તમારી અંદર પ્રેમ નથી.
આદર્શવાદી પ્રેમને સમજી ન શકે
જે લોકો ઈશ્વરને પામવા માટે બ્રહ્મચારી ( અપરિણીત ) રહેવાનો પ્રયત્ન કરે છે તેઓ અપવિત્ર છે; અશુદ્ધ છે, કારણકે તેઓ પામવા માટે, લાભ મેળવવાની શોધમાં છે અને તેથી પોતાનો હેતુ બદલાવી રહ્યા છે, પરિણામ ને બદલાવી રહ્યા છે; કામને બદલે બીજો કોઈ ફાયદો … જે તેનો કોઈ ભય છે. તેમના હદય પ્રેમ રહિત છે અને તેમાં પવિત્રતા હોઈ ન શકે. જે હદય શુદ્ધ હોય માત્ર તે જ વાસ્તવિકતા શોધી શકે ; પામી શકે. જે હદય આદતમાં ધાર્મિક અથવા શારીરિક કે માનસિક સંવેદના માં જકડાયેલું હોય તેવું શિસ્ત બધ્ધ કરવામાં આવેલું હદય, દમન કરવામાં આવેલું હદય પ્રેમ શું છે તે જાણી ન શકે. તે પ્રેમ ને ન જાણી શકે. આદર્શવાદી એક અનુકરણ કર્તા છે અને તેથી તે પ્રેમ ને જાણી શકે નહીં. તે તે ઉદાર ન બની શકે, તે પોતાનો વિચાર કર્યા વગર પોતાની જાતને સમર્પિત કરી શકે નહીં. જયારે મન અને હદયમાં ઉદારતા અને કરુણા હોય, જ્યારે મન અને હદય ભયના બોજ થી મુક્ત હોય, જયારે તે રોજીન્દી ટેવાઈ ગયેલી સંવેદનાઓ થી મુક્ત હોય ત્યારેજ પ્રેમ હોય છે. આવા પ્રેમ પવિત્ર હોય છે.
ઉપરોક્ત લખાણના અંશો ” The book of life ” માંથી લીધા છે. આ લખાણોની બાબતમાં પાઠકોને કોઈ પણ પ્રકારની મુંજવણ કે દ્વિધા અથવા તો શંકા ઉપસ્થિત થાય તો ચોક્ક્સ આ લખનાર ને પૂછી શકે છે, આ અનુસંધાન માં પ્રશ્નોતરી આવકારે છે.

Social