સાણંદ તાલુકા સંઘમાં 24 કરોડના ખર્ચે કોમ્પલેક્ષ બનશે ગૃહ મંત્રીના હસ્તે મંગળવારે ઉદ્ઘાટન

સાણંદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, સાણંદના પ્રખર ગાંધીવાદી ડોક્ટર શાંતિભાઈ પટેલ દ્વારા 73 વર્ષ પહેલાં સ્થાપિત આ સહકારી અગ્રણી સંસ્થા, જે વિકાસના પથ પર અગ્રેસર થવા જઈ રહી છે, ત્યારે ચેરમેન પ્રદીપસિંહ વાઘેલા ને રૂબરૂ મળી કેટલીક વિગતો મનોહર ન્યુઝ દ્વારા જાણવામાં આવી હતી જેના અંશો આ મુજબ છે. તાલુકા ખરીદ વેચાણ સંઘમાં આકાર પામનાર વિશાળ કોમ્પ્લેક્સ ચાર માળનું હશે, જેમાં 161 દુકાનો અને ઓફિસો બનશે. આ તમામ દુકાનો અને ઓફિસો હરાજી દ્વારા ફાળવવામાં આવશે અને જેની પાઘડી નક્કી કરવામાં આવશે. જેથી સંસ્થાને નિયમિત આવક શરૂ થાય. કોમ્પ્લેક્સ ની પાછળ વિશાળ એવા છ ગોડાઉન બનાવવામાં આવશે, જેથી એમાં ખાતર બિયારણ અને અનાજનો સંગ્રહ થઈ શકે. સમગ્ર પ્રોજેક્ટ નો ખર્ચ 24 કરોડ એ પહોંચવા જાય છે ત્યારે, આ પ્રોજેક્ટ બાદ થનાની નિયમિત આવકમાંથી સંસ્થાના વિવિધ વિકાસ કાર્યો થશે, આવકમાંથી જમીન ખરીદી નવા નવા પ્રકલ્પો હાથ ધરવામાં આવશે, જેનાથી સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ રોજગારીનું સર્જન થશે.

Social