સાણંદ નળકાંઠાના ગામોમાં સિંચાઇ માટે બજેટમાં 300 કરોડ ફળવાયા: મંગળવારે ગૃહ મંત્રી ખાતમુહુર્ત કરશે.

સાણંદ બાવળા અને વિરમગામના નળકાંઠા વિસ્તારના 38 ગામોમાં સિંચાઈનો વર્ષો જૂનો પ્રશ્ન, આ માટે અનેક લડતો થઈ રેલીઓ નીકળી ખેડૂતો જેલ ભેગા પણ થયા, છેવટે આ સિંચાઈના કામો માટે પ્રવર્તમાન બજેટમાં 300 કરોડ રૂપિયા ફળવાતા ખેડૂત આલમ માં આનંદની લાગણી પ્રસરી છે અને આ સિંચાઈના કામોનું છારોડી ખાતે આગામી મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ ખાત મુહુર્ત કરવાના છે. આ પ્રસંગે મનોહર ન્યૂજને રૂબરૂ માહિતી આપતા સાણંદ ના ધારાસભ્ય કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં ટોટલ 1429 કરોડ રૂપિયા ફળવાશે, જેમાં પ્રથમ તબક્કામાં 300 કરોડ ફાળવ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં ફતેવાડી વિસ્તારના ગામો કે જેમાં કેનાલ આજ દિન સુધી નથી આવા ગામોને નર્મદા કમાન્ડ કેનાલ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવશે અને નર્મદા કેનાલની કનેક્ટિવિટી આપવામાં આવશે જેથી સિંચાઈ નું પાણી ભરપૂર મળી રહેશે અને આ ગામોમાં ખેતી સજીવન થશે.

Social