અમદાવાદના જજીસ બંગ્લો ચાર રસ્તા પાસે દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો

અમદાવાદના જજીસ બંગ્લો ચાર રસ્તા પાસે દારૂ પીધેલા કારચાલકે પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી. વસ્ત્રાપુરના મેહુલભાઈ મામતોરા પરિવાર સાથે મૂવી જોવા ગયા હતા. અને ઘરે જઇ રહ્યા હતા તે સમયે જીજીસ બંગ્લા પાસે ઉભી રાખી હતી. અને અચાનક પુરઝડપે દારૂ પીધેલા કાર ચાલકે મેહુલભાઇની કાર સાથે અકસ્માત કર્યો હતો, જેથી આપસાસથી લોકો ભેગા થયા હતા. તાત્કાલિક પોલીસ જાણ કરી હતી અને મેહુલભાઇએ એ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક રાહુલ સામે ગુનો નોધીને કારમાંથી દારૂની બોટલ, કાર જપ્ત કરીને તેની ધરપકડ હતી.

Social