આણંદમાં ST બસની અડફેટે મોપેડ ચાલકને ઇજા

આણંદમાં સામરખા ચોકડી નજીક પુરપાટ ઝડપે પસાર થતી ST બસના ચાલકે રોડ પર જતાં એક મોપેડને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જેમાં ચાલક આયતઅલી યાકુબઅલી સૈયદને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈ ગયાં હતાં અને અકસ્માત સર્જનાર એસ.ટી બસના ચાલકને પકડી લીધો હતો.

Social