હારીજના મામલતદારે કચેરીના 3 માળેથી પડતું મૂકી આત્મહત્યા કરતા ચકચાર

હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલે મામલતદાર કચેરીના નવીન બિલ્ડીંગના ત્રીજા માળેથી પડતું મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. વી.ઓ. પટેલ દ્વારા ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે. વી.ઓ. પટેલના આપઘાતના સમાચાર સાંભળતા જ પરિવારજનો તેમજ મિત્રો શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઘટના બનતા લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જે બાદ પોલીસને આ સમગ્ર ઘટના બાબતે જણાવતા પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ લાશને પી.એમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.તેમજ શા કારણે આત્મહત્યા કરી તે બાબતે લોકોની પૂછપરછ હાથ ધરી હતી.

Social