માણસા એપ્રોચ રોડ નજીક ચંદનના ઝાડની ચોરી થતા ખેડૂતના માથે આભ તૂટ્યું

ગાંધીનગરના બિલોદરાથી વિહાર જતા એપ્રોચ રોડની નજીક ખેતરના શેઢામાંથી ચંદનના ઝાડની ચોરી કરી ચોર ફરાર ગયા. આશરે 19 જેટલા નાના મોટા ચંદનના ઝાડ ચોરી જતા ખેડૂતના માથે આભ તૂટી પડ્યુ છે. જેમાં એક ઝાડ ની કિંમત રૂ.20,000 હતી ત્યારે આશરે 19 ઝાડની કુલ કિંમત મળી રૂપિયા 3,80,000/- નું નુકશાન પહોચ્યું. ત્યારે ઈશ્વરસિંહ ચાવડા નામના ખેડૂતે માણસા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે બિલોદરાથી વિહાર જતા એપ્રોચ રોડની નજીક ખેતરના શેઢામાં છેલ્લા 25 વર્ષથી વાવેલા ચંદનના ઝાડ થડમાંથી કાપી જઈ ચોરી કરી ફરાર થઈ ગયા છે જેમાં ખેતર માલિક તેમજ તેમના પત્ની રાત્રે 11:30 ની આસપાસ સુઈ ગયા હતા. ત્યારે સવારે ઊઠીને જોયું તો ખેતરના શેઢાના થડમાંથી કપાયેલા ચંદનના ઝાડ નજરે પડ્યા હતા ત્યારે તેમને જણાઈ આવ્યું કે રાત્રે દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા 19 જેટલા ચંદનના નાના-મોટા ઝાડની ચોરી કરવામાં આવી છે.જેમાં ચંદનના ઝાડની કિંમત કુલ રૂ. 3,80,000/- છે જેને કાપી લઈ જતા ખેડૂતના માથે આ બધું પડ્યું છે.ત્યારે સમગ્ર ઘટનાની જાણ ઈશ્વરસિંહ ચાવડાએ માણસા પોલીસ સ્ટેશન ખાતે કરી હતી અને ચંદનના ઝાડની ચોરી કરનાર અજાણ્યા ચોરી સમુહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે માણસા પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

Social