ગાંધીનગર LCB 2એ આ જગ્યાએથી દારૂનો જથ્થો ઝડપ્યો : બુટલેગર વોંટેડ

ગાંધીનગર LCBની ટીમે બાતમીના આધારે ખાનગી કંપનીમાં દરોડો કરી દારૂ ઝડપી લીધો હતો. આરોપી પોલીસને ચકમો આપી ભાગી છૂટયો હતો. પોલીસે તમામ મુદામાલ કબજે કરી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ગાંધીનગર એલસીબી 2 સ્ટાફના માણસો છત્રાલ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા મહેસાણા અમદાવાદ હાઈવે પર સહયોગ હોટલ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે છત્રાલ જીઆઇડીસી મેક્સિમ કંપની સામે ચુનીલાલ પાર્ક પ્લોટ નંબર 1313 માં હાલમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ ચાલુ છે અને મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ રાખેલ છે. જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોક્ત સ્થળે દરોડો કરતાં એક ઇસમ ત્યાં કંઈક હરકત કરતો જણાઈ આવ્યો હતો. ત્યારબાદ પોલીસની જાણ થઈ જતા આ ઈસમ એકટીવા મૂકી ત્યારથી ભાગી છુટ્યો હતો. બાદમાં એલસીબીએ એકટીવામાં તપાસ કરતા દારૂની ત્રણ બોટલો મળી આવી હતી ત્યારબાદ ગોડાઉનની અંદર તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 11 નંગ બોટલો તથા બિયરની 14 નંગ બોટલો જેની કિંમત 3881 તથા રોકડ રકમ 30,000 મળી કુલ 33,881 નો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Social