BREAKING NEWS : સાણંદ એપીએમસી માર્કેટમાં છ ગોડાઉન અને એક ઓફિસના તાળા તૂટ્યા: વ્યાપારીઓમાં ફફડાટ

સાણંદ માર્કેટ યાર્ડમાં રવિવારે મધરાતે છ ગોડાઉન અને એક ઓફિસના તાળા તોડી તસ્કર હોય તરખાટ મચાવ્યો છે ત્યારે વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

સમગ્ર વિગતો એવી છે કે સાણંદ એપીએમસી સંકુલમાં વિવિધ ગોડાઉન અને દુકાનો આવેલા છે. સોમવારે સવારે અહીં છ ગોડાઉન અને એક ઓફિસના તાળા તૂટેલા જોઈ વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી, સવારથી જ વેપારીઓ અહીં એકત્ર થઈ ચેક કરતા, પરચુરણ સહિત રોકડ ની ચોરી થવાનું સામે આવ્યું છે, ચોરીની રકમ બહુ મોટી નથી પણ વેપારીઓનું કહેવું એવું છે કે એપીએમસી સંકુલ માં સિક્યુરિટી વધારવાની જરૂર છે અને પોલીસ પેટ્રોલિંગ પણ વધારવાની જરૂર છે. એપીએમસી સંકુલમાં અગાઉ પણ ચોરીની ઘટનાઓ ઘટવા પામી છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે તે સમયની માંગ છે.

Social