સાણંદમાં કાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ: 1000 થી વધુ પોલીસ જવાનો નો સજજડ બંદોબસ્ત

સાણંદમાં મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ 402 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિ પૂજન માટે આવી રહ્યા છે ત્યારે, સાણંદમાં 1000 થી વધુ પોલીસ જવાનોનો સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સવારે 9:00 કલાકે સાણંદ માં અમિત શાહ ભવ્ય રોડ શો સાથે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પહોંચી 24 કરોડના ખર્ચે આકાર પામનાર ડો શાંતિભાઈ પટેલ સહકાર ભવન કોમ્પલેક્ષ નું ભૂમિ પૂજન કરશે, ત્યારબાદ સાણંદ જીઆઇડીસી ખાતે સાણંદ નળકાંઠા વિસ્તારના નર્મદા યોજનાના સિંચાઈ કામોના ભૂમિ પૂજન માટે છારોડી નજીક આવેલ સાણંદ જીઆઇડીસી માં પહોંચશે, જ્યાં ભૂમિ પૂજન બાદ વિશાળ જન સંખ્યાને સભામાં સંબોધન કરશે.

Social