લાભ શુભ સોસાયટી નજીક ટુ-વ્હીલર ના શોરૂમ માં ભીષણ આગ: 15 ટુ વ્હીલર ખાખ.

સાણંદ અમદાવાદ હાઈવે ઉપર લાભ શુભ સોસાયટી નજીક આવેલ સુઝુકી ટુ વ્હીલર ના શોરૂમમાં સોમવારે બે સોમવારે રાત્રે 10 કલાક આસપાસ આગ લાગી હતી. જેમાં 15 જેટલા ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હોવાનો સામે આવ્યું છે. સમગ્ર બાબતે અહેવાલો આવી રહ્યા છે કે શોર્ટ સર્કિટ કે કોઈ અન્ય કારણોસર સોમવારે રાત્રે વિકાસ એન્ટરપ્રાઇઝ નામના આ શોરૂમમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી, સાણંદ ફાયર બ્રિગેડ સાણંદ જીઆઇડીસી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે જઈ આગને કાબુમાં લેવા પ્રયાસો શરૂ કર્યા છે. આ આગમાં શોરૂમમાં રહેલા પંદર જેટલા ટુવિલર બળીને ખાખ થઈ ગયા છે. શોરૂમ ની ઉપર ત્રીજામાં પીજી આવેલું છે પરંતુ આ આગ ઉપર પહોંચે પહેલા સલામત રીતે પીજીમાં રહેતા યુવકો બિલ્ડીંગની બહાર આવી ગયા હતા જેથી જાનહાની ટળી હતી. શોરૂમ ના માલિક ઉપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આગ શોરૂમ સુધી જ સીમિત છે ઉપર પીજી સુધી પહોંચી નથી એટલે કોઈ જાનહાની નથી કે કોઈને ઈજા પણ થઈ નથી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Social