અમિત શાહ નો સાણંદ પ્રવાસ એકાએક રદ થયો: સાણંદ ના તમામ કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત

સમગ્ર સાણંદમાં જેના આગમનની રાહ જોવાતી હતી અને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી તેવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, આકસ્મિક સંજોગોને કારણે તમામ કાર્યક્રમમાં રદ કરી દિલ્હી જવા રવાના થયા હતા. અને મંત્રીની જગ્યાએ તમામ કાર્યક્રમમાં મંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપવા પહોંચી ગયા છે. સાણંદ ખરીદ વેચાણ સંઘમાં ડોક્ટર શાંતિભાઈ પટેલ સહકાર ભવનનું ભૂમિ પૂજન કરી સીએમ હાલ મોડાસર ખાતે તળાવનું લોકાર્પણ માટે પહોંચી ગયા ત્યારબાદ જોલાપુર થઈ અને મુખ્ય કાર્યક્રમ છારોડી ખાતે પહોંચી સભાનું સંબોધન કરશે. સીએમ નું બાઈક રેલી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. ચેરમેન પ્રદિપસિંહ વાઘેલાની આગેવાનીમાં, ખરીદ વેચાણ સંઘ ડિરેક્ટરો, એપીએમસી ચેરમેન ખેંગારભાઈ સોલંકી તેમજ તમામ ડિરેક્ટરોએ કર્યું ભવ્ય સ્વાગત.

Social