જિલ્લાના નળકાંઠા વિસ્તારના 39 ગામોની 35,000 હેક્ટર જમીનનો સિંચાઈનો પ્રશ્ન હલ થશે

મંગળવારે સાણંદમાં રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ રૂપિયા 600 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની
ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સવારે 11 કલાકે સાણંદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં મુખ્યમંત્રી આવી પહોંચ્યા હતા, અને અહીં 1.10 લાખ ચો ફૂટ વિસ્તારમાં 24 કરોડના ખર્ચે આકાર પામનાર ડોક્ટર શાંતિભાઈ પટેલ સહકાર ભવન તથા ગોડાઉન નું ભૂમિ પૂજન કર્યું હતું. ખરીદ વેચાણ સંઘના ચેરમેન પ્રદિપસિંહ વાઘેલા ધારાસભ્ય કનુભાઈ પટેલ, સભ્ય બાબુસિંહ જાદવ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ, કે સી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કંચન બા વાઘેલા, અમરસંગભાઈ ચૌહાણ શૈલેષભાઈ દાવડા, એપીએમસી ચેરમેન ખેંગારભાઈ સોલંકી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ મોડાસર ખાતે તળાવના બ્યુટીફિકેશનનું લોકાર્પણ તેમજ ઝોલાપુર ખાતે તળાવના બ્યુટીફિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું . છેલ્લે નર્મદા યોજના વિભાગના યજમાન પદે સાણંદ જીઆઇડીસી છારોડી નજીક ₹402 કરોડના સિંચાઈ કાર્યોનું ભૂમિ પૂજન કરી મુખ્યમંત્રીએ વિશાળ સભાને સંબોધી હતી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સાણંદ નો 40 વર્ષ જૂનો સિંચાઈનો પ્રશ્ન હાલ થશે અને 35,000 હેક્ટર જમીન ખેતી થી હરિયાળી બનશે. ધારાસભ્ય કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે સાંસદ અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાણંદ વિસ્તારને કરોડોના કામોની ફાળવણી કરે છે અને જે કામો માંગીએ એના કરતાં પણ વિશેષ આપે છે. સાણંદ વિસ્તારમાં થયેલ લોકાર્પણમાં આજે શેલામાં બનેલ વિશાળ ઓડિટોરિયમ, ગઢીયા તળાવનું બ્યુટીફિકેશન માટેનું કાર્ય, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સાણંદમાં બનનાર 583 આવાસોનો ડ્રો, મોડાસર અને ઝોલાપુર તળાવનું બ્યુટીફિકેશન લોકાર્પણ અને નર્મદા વિભાગના 402 કરોડના સિંચાઈના કામોનું ભૂમિ પૂજન નો સમાવેશ થાય છે

Social