સુરતમાં ટ્રકચાલકની અડફેટે મોપેડ પર જતા નવદંપતી આવતા પત્નીનું મોત

   સુરતના બીલિયાનગરમાં શુભમ પરાતે પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા-પિતા અને 17 વર્ષીય પત્ની દિવ્યા હતી. શુભમને સંબંધીની દીકરી દિવ્યા સાથે પ્રેમ સંબંધ બંધાતા બે મહિના પહેલાં તેની સાથે લગ્ન કર્યાં હતાં. શુભમ અને દિવ્યા વરાછા વિસ્તારમાં આવેલી મીત જેમ્સમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. બંને ઘરેથી મોપેડ લઈને નોકરીએ જવા માટે નીકળ્યાં હતાં. ત્યારે ઉધના દરવાજા બ્રિજ પરથી રિંગરોડ તરફ જતા એક આઇસર ટ્રકના ચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવી દંપતીની બાઇકને ટક્કર મારતા મારી હતી. જેમાં દિવ્યાનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતાં તે નીચે પટકાઈ હતી. ત્યાર બાદ ટ્રકનું આખું ટાયર તેના છાતી અને ગળાના ભાગે ફરી વળ્યું હતું. ટ્રકચાલક ફરાર થયો હતો. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Social