અમદાવાદમાં નરાધમ પડોશીએ દોઢ વર્ષની બાળકીને પીંખી નાખી

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલી એક વસાહતમાં એક માસૂમ બાળકી પરિવાર સાથે રહે છે માતા-પિતામજૂરી કામ કરે છે બાળકી ઘર નજીક રમટી હતી ત્યારે એકાએક બાળકી ન મળતા પરિવારે અને આસપાસના લોકોએ શોધખોળ શરૂ કરતા ઘરથી થોડી દૂર બેભાન હાલતમાં બાળકી મળી હતી અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી.
ડોક્ટરે તપાસ કરતાં ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી અને તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું. અને તાત્કાલિક પોલીસને કરતાં સ્થાનિક પોલીસની ટિમ દોડી આવી હતી અને ફરિયાદ નોંધી વિવિધ દિશાઆ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા બાળકીના ઘર નજીક રહેતો એક 34 વર્ષનો પશ્ચિમ બંગાળના યુવકને પકડી લીધો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social