રાજકોટમાં કામ કરતાં 24 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત

રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર શ્રીરામ પાર્ક સોસાયટીમાં રહેતા 24 વર્ષીય મોહિલ કિશોરભાઈ સોરઠીયા ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરોએ યુવકનું હાર્ટએટેકથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારજનો આભ ફાટયું હતું. મોહિત સોરઠીયા બનેવીના મોટા બાપુના કારખાનામા છેલ્લા એક અઠવાડીયાથી કામ શીખવા માટે જતો હતો અને સામાન ફેરવતો હતો ત્યારે મોહિતને હદયરોગનો હુમલો આવતા મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે.

Social