રાજકોટમાં ઉછીના રૂ.15 લાખ આપેલ રૂપિયા મિત્રએ પરત ન આપતા આધેડએ આત્મહત્યા કરી

રાજકોટમાં મવડી વિસ્તારના રહેતા 45 વર્ષીય નરેશભાઇ ગીરધરભાઇ લીંબાસિયાએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી અને લાશે પીએમ અર્થે હોસ્પિટલમાં ખસડી હતી સૂત્રોએ કહ્યું કે નરેશભાઇ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, ગીગો અને વૈભવ નામના મિત્રોને અગાઉ પૈસા ઉછીના આપ્યા હતા તે તેઓ રૂ.15 લાખ પરત આપતા ન હતા. નરેશભાઇ કેટલાક સમયથી બીમાર રહેતા હોય આર્થિક ખેંચ અને બીમારીથી કંટાળી નરેશભાઇએ અંતિમ પગલું ભરી લીધું હતું. જેને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Social