90 દિવસ સાથે રહ્યા બાદ પ્રેમિકા જતી રહેતા યુવકે ઝેર પીધું

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં રહેતા માંગરોળ પંથકના યુવકે ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માંગરોળના તલોદ ગામનો વતની અને રાવકીમાં રહેતા ૨૫ વર્ષીયયુવકે બસ સ્ટેશન પાસે ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્રણ મહિના અગાઉ યુવક એક યુવતીને ભગાડી ગયો હતો બાદમાં તે યુવતી તેના ઘરે જતી રહેતા યુવકે આપઘાતની કોશિશ કરી હતી.

Social