અમદાવાદથી રાજપીપળા જઇ રહેલા 45 જાનૈયાઓને ફુડ પોઇઝનિંગ, વર-વધુની પણ તબિયત લથડી

અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જઇ રહેલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના બની છે. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યુ છે, વરરાજા અને કન્યાની હાલત પણ ખરાબ થઇ હોવાનું સામે આવ્યુ છે. ગંભીર સ્થિતિવાળાને હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના કઇક એવી છે કે મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરીને જાનૈયાઓ અમદાવાદથી રાજપીપળા પરત જઇ રહ્યા હતા. રસ્તામાં નડિયાદ ટોલબુથ પાસે અચાનક જ મોટાભાગના જાનૈયાઓને ઝાડા-ઊલ્ટીની સમસ્યા શરુ થઇ ગઇ હતી. બસમાં સવાર તમામ પૈકી 10 લોકોની સ્થિતિ તો અત્યંત ગંભીર થઇ ગઇ હતી. જેના પગલે તાત્કાલિક 108ની ટીમને બોલાવવામાં આવી હતી. એટલુ જ નહિ, નવવધૂને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તમામ લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Social