સાણંદના ગોકળપુરા પાસે ટ્રેક્ટરની ટક્કરે ટુ વ્હીલર પર જતાં વૃદ્ધનું મોત

     સાણંદ ગોકળપુરા માખીયાવ રોડ પર અકસ્માત સજાયો હતો જેમાં ટ્રેક્ટરની ટક્કરે ટુ વ્હીલર પર જતાં વૃદ્ધનું મોત થયું છે. ગોકળપુરામાં રહેતા કરમણભાઈ ભગાભાઇ પટેલ (ઉં.65) ટુ વ્હીલર લઈને ખેતરે જતાં હતા તે દરમ્યાન ગામની બહાર આવેલ મખીયાવ રોડ પર ટ્રેક્ટરના ડ્રાઇવરે ટક્કર મારતા કરમણભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી.  કરમણભાઈને સારવાર માટે દવાખાને લઈ જતાં સારવાર દરમ્યાન કરમણભાઈનું મોત થતાં સાણંદ પોલીસે ટ્રેક્ટરના ડ્રાઈવર સામે ગુનો દાખલ કર્યો છે.
Social