સાણંદ શહેરમાં ફરી વાર પાર્ક એક્ટિવાની ઉઠાંતરી

સાણંદ પંથકમાં વાહન ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લોકોને લાગી રહ્યું છે. સાણંદની અંબીકા સોસાયટીમાં ઘર આગળ પાર્ક એક્ટિવાની અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી ફરાર થતાં સમગ્ર બનાવને લઈને સાણંદ પોલીસે ગુનો નોંધયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ શહેરની અંબીકા સોસાયટીમાં રહેતા અભીજીતસિંહ વિજયસિંહ વાઘેલાએ તેઓનું એક્ટિવા ઘર આગળ પાર્ક કરેલુ હતુ અને સવારના સાતેક વાગ્યાના સુમારે તેઓને જાણ થઈ કે પાર્ક કરેલ જગ્યાએ એકટીવા છે નહિ જેને લઈને તેઓએ આજુબાજુમાંના વિસ્તાર તેમજ સાણંદ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરતા એક્ટિવ ન મળતા પાર્ક કરેલ રૂ.60 હજારની કિંમતનું એક્ટિવા કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવને લઈને અભીજીતસિંહએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social