હાર્ટએટેકનો હાહાકાર જારી : વધુ બે આશાસ્પદ યુવકોનું હૃદય ધબકારા ચૂકી ગયું

રાજ્યમાં હાર્ટએટકે હાહાકાર મચાવ્યો છે અને રોજબરોજ ચાર કે પાંચ કેસ સામે આવી રહ્યા છે અને સ્વસ્થ જણાતી વ્યક્તિ ઢળી પડે છે અને મોતને ભેટી રહી છે. આખરે એવું તો શું થઈ રહ્યું છે કે, અચાનક આ હાર્ટએટેક જીવલેણ બની ચૂક્યો છે. હાર્ટએટેક મામલે ડોક્ટરો શું કહે છે અને શું સાવચેતી રાખવી જોઈએ. ડોક્ટરો કહે છે કે, કોરોના ઈફેક્ટને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને જેના કારણે શારીરિક શ્રમ કરતી વખતે શરીરમાં બ્લેક ફાટવાના કારણે હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. બ્લેક એ ચરબીયુક્ત પદાર્થ છે જે ધમનીની દિવાલોમાં ભેગો થાય છે. ધમનીમાં બ્લેકનું પ્રમાણ વધુ થાય તો ગણતરીની મિનિટોમાં ૧૦૦ ટકા સુધી પહોંચી જાય છે અને આવામાં વ્યક્તિ વધુ શ્રમ કરે તો હાર્ટએટેક આવે છે. આજે કચ્છમાં વધુ બે આશાસ્પદ યુવકોના હૃદય ધબકારા ચૂકી ગયા છે.

આ સિવાય ડાયાબિટીસ અને હાયપર ટેન્શનના કારણે પણ લેક ફાટી શકે છે. કોરોના બાદ બ્લેક ફાટવાનું પ્રમાણ વધ્યું છે અને તેનાથી બચવા માટે શારીરિક શ્રમ કરતાં પહેલાં હૃદયની તપાસ કરાવી લેવી હિતાવહ છે.કોરોના અને વેક્સિનને હાર્ટએટેક સાથે કોઈ સંબંધ નથી તેવું હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.તેજસ પટેલ પણ અગાઉ કહી ચૂક્યા છે. બેઠાડું જીવન અને શારીરિક શ્રમનો અભાવ અને જંકફૂડના કારણે નાની ઉંમરે હાર્ટએટેકના કિસ્સા વધ્યા છે અને લોકોમાં જાગૃતિનો અભાવ છે. હાર્ટએટેકના વધી રહેલા કિસ્સાને લઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ અને પદ્મશ્રી ડો.તેજસ પટેલે કહ્યું કે, બદલાયેલી લાઈફ સ્ટાઈલ હાર્ટએટેક માટે કારણભૂત છે. કારોના પહેલાં પણ બનાવો સામે આવતા જ હતા પણ હવે વધ્યા છે પણ કોરોના વેક્સિનન હાર્ટએટેક સાથે કોઈ લેવા કે દેવા નથી એ વાતમાં કોઈ તથ્ય નથી.

Social