અમદાવાદમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર ડ્રોન વેચતી કંપનીઓની પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ એરપોર્ટના રન- વે પરથી મળેલા ડ્રોનને લઈને સુરક્ષામાં ચૂકને લઈને આ ડ્રોન કોણે ઉડાડ્યું હતું અને કયા ડાયરેક્શનથી રન-વે તરફ આવ્યું તેને લઈને પોલીને સુધી કોઈ કડી મળી નથી. ત્યારે પોલીસે પકડાયેલા ડ્રોનનો ફોટો મોકલીને આ ડ્રોન તમારા દ્વારા વેચાણ થયું છે કે કેમ? અથવા જો થયું છે તો કોણે અથવા તો કયા ડિસ્ટ્રીબ્યુટરે ખરીદ્યું છે તેની વિગતો માંગી છે. ડ્રોનનું મેન્યુફેક્ચર કરતી કંપનીની પણ વિગતો માગી છે. એરપોર્ટ નજીક રહેતા સ્થાનિકોની પૂછપરછમાં પણ પોલીસને કશું હાથ લાગ્યું નથી. સૂત્રોએ કહ્યું કે ડ્રોન ઓપરેટ થયું હતુ તેનું રિમોટ મળવું ઘણું મુશ્કેલ છે. જો રિમોટ મળી જાય તો તેમાં રહેલી ચિપની મદદથી એમને સંપૂર્ણ ડાયરેક્શન મળી જાય તેમ છે.

Social