રાજકોટમાં સગીર 11 કિલો ગાંજો બાઇક પર લઈને જતાં પકડાયો

       રાજકોટ શહેરમાં ભક્તિનગર પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વોચ ગોઠવીમોટર સાયકલમાં ગાંજાનો 11 કિલો જથ્થો લઈને નીકળેલા સગીરને ઝડપી પાડ્યો હતો. જેમાં 16 વર્ષીય સગીર હોવાનું સામે આવ્યું હતું. સગીર પાસેથી પોલીસે જથ્થો જપ્ત કરી FSLએમાં મોકલતા ગાંજો હોવાનું ખૂલ્યું હતું પોલીસે રૂ.1,70,100નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વાહડુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગાંજા બાબતે સગીરની પૂછપરછ કરતાં અન્ય ત્રણ ઇસમોના નામ બહાર આવતા ફરાર ઇસમોને પકડવા પોલીસે ટીમો બનાવી છે.
Social