સાણંદના ચા.વાસણા પાસે કેનાલમાંથી રાજસ્થાનના યુવકની લાશ મળી

સાણંદના ચા.વાસણા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં મૂળ રાજસ્થાનના યુવકની લાશ મળી હતી જેને લઈને ચાંગોદર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાનાં ચાચરાવાડી વાસણા ગામ પાસેથી પસાર થતી કેનાલના પાણીમાં એક યુવકની લાશ હોવાની જાણ સ્થાનિકોને થતાં કેનાલે દોડી આવી બનાવ અંગે ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોચ્યો હતો. અને લાશને પાણીમાથી બહાર કાઢી હતી અને પી.એમ. માટે સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. સાથે ચાંગોદર પોલીસે મૃતકની ઓળખ કરવા તપાસ શરૂ કરતાં મૃતક યુવક 26 વર્ષીય રાકેશ સિતારામ વર્મા હોવાનુ સામે આવ્યું હતું અને સાણંદ તાલુકાનાં મટોડા પાટિયા પાસે ભાડે રૂમમાં રહેતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જેને લઈને પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી. ચાંગોદર પોલીસે સગમ્ર મામલે અકસ્માતે મોતની નોંધ કરી છે.

Social