ગાંધીનગર સિવિલ હોસ્પિટલના 7મા માળેથી TB દર્દીનો આપઘાત

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સાતમા માળેથી પડતું મુકી ટીબી પેશન્ટે આપઘાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનાં સાતમા માળેથી ટીબીની બીમારીથી પીડાતા યુવાને મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લેતાં સેકટર – 7 પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. યુવાને સાતમા માળથી મોતનો ભૂસકો મારતાં પોલીસે સમગ્ર ઘટના અંગે ટીબી વોર્ડના કર્મચારીઓની પણ પૂછતાંછ હાથ ધરી છે.

Social