સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવશે.

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સાણંદમાં આજે સાધના ફાઉન્ડેશન પ્રેરિત વિચાર મંચ દ્વારા વિશેષ મણકાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિષય “માતૃભાષાની માવજત” રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વક્તા તરીકે પ્રો. ઘનશ્યામ બારોટ અને દર્શન પરમાર દ્વારા આર્થિક, સામાજિક અને સાહિત્યિક સંદર્ભે માતૃભાષાની અગત્યતા પર ગોષ્ઠી કરવામાં આવશે.

સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું છે કે આ કાર્યક્રમ આજે રાત્રે ૮:૩૦ કલાકે સાણંદ સ્થિત ઠક્કર બાપા છાત્રાલય ખાતે યોજવામાં આવશે તથા રસ ધરાવતા કોઈ પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં સહભાગી થઈ શકશે.

Social