કાર્યવાહી | સાણંદ તાલુકામાં વીજ બિલ ન ભરનાર 947 ગ્રાહકો પાસેથી રૂ.72.91 લાખ રિકવર કર્યા

સાણંદ અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વખત વીજબિલ નહીં ભરનાર ગ્રાહકો સામે વીજ બિલની વસૂલાત માટે તંત્રએ લાલ આંખ કરી છે. યુજીવીસીએલની 24 ટીમોએ શહેર અને તાલુકાના 10 ગામોમાં વીજ બિલના બાકી લેણાંની વસૂલાત માટે ગ્રાહકોના ઘર જઈ એક જ દિવસમાં બાકી વીજ બિલના રૂ.72.91 લાખ લેણાંની રકમ રીકવર કરી છે.
સાણંદ 1 સબ ડિવિઝનમાં અંદાજે ગત એપ્રિલ મહિનાથી વીજ બિલ જે ગ્રાહકો ભરપાઈ ન કરી હોય તેવા વીજ ગ્રાહકો સામે ઉચ્ચ કચેરીથી કાર્યવાહી કરાતા ફાફડાટ ફેલાયો છે. કરાઇ છે. સાબરમતી, બોપલ, સાણંદના ઓફિસના નાયબ ઇજનેર એન.આર.પરમાર, જુ.ઇજનેર કે.આર.વાઘેલાની દેખરેઠ હેઠળ 24 ટીમોએ સાણંદમાં અલગ અલગ વિસ્તાર તેમજ તાલુકાનાં ગોરજ, જુડા, જુવાલ, રૂપાવટી નિધરાડ, અણદેજ,માણકોલ, જાંબુથ, વડનગર, વસોદરા, ચેખલા ગામમાં જઈ ગ્રાહકો પાસે વીજ બીલના બાકી નાણાંની રીકવરી શરૂ કરી હતી. જેમાં યુજીવીસીએલની ટીમે એક દિવસમાં 1011 ગ્રાહકોનો સંપર્ક કર્યો હતો. જેમાંથી 947 વીજ ગ્રાહકોએ સ્થળ પર જ બાકી લેણાના રૂ.72.91 લાખની ભરપાઇ કરી હતી. જ્યારે 142 ગ્રાહકએ વીજ બિલના બાકી લેણાની રકમ ભરપાઈ ન કરતાં તેઓના વીજ કનેક્શન તંત્રે કાપ્યા હતા. અને 23 ગ્રાહકના વીજ મીટર કબ્જે કર્યા હતા.

Social